સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાઈ
મેઘદૂત ટાઉનશીપ ખાતે યોજાઈ શિબિર
35થી વધુ યુનિટ બ્લડ કલેક્ટ કરાયું
રકતદાતાઓએ દાખવ્યો અનેરો ઉત્સાહ
રક્તદાન કરવું શરીર માટે છે ફાયદાકારક
ભરૂચ શહેરની મેઘદૂત ટાઉનશીપ અને એચડીએફસી બેંક તેમજ રેડ ક્રોસ બ્લડ બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું,બ્લડ ડોનેશન કેમ્પમાં યુવાનોએ મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું.
ભરૂચ શહેરની મેઘદૂત ટાઉનશીપ અને એચડીએફસી બેંક તેમજ રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું,કેમ્પમાં બ્લડ ડોનેટર્સની મોટી સંખ્યા જોવા મળી હતી. ડોક્ટરોએ જણાવ્યું હતું કે એક યુનિટ બ્લડથી ત્રણ દર્દીઓનું જીવન બચી શકે છે. “નિયમિત બ્લડ ડોનેશન શરીર માટે પણ ફાયદાકારક છે, અને સૌથી મહત્વનું આનાથી અનેક મનુષ્યના જીવ બચી શકે છે.આપણે દરેકે વર્ષમાં ઓછામાં ઓછું બે વખત બ્લડ ડોનેટ કરવું જોઈએ.બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ 35 થી વધુ બ્લડ યુનિટ ડોનેટ કરવામાં આવ્યું હતું.
ડો.સ્નેહા ભટ્ટના જણાવ્યા અનુસાર બ્લડ ડોનેશન દ્વારા હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓ માટે જીવનદાયી સાબિત થાય છે.બ્લડ ડોનેશન માત્ર માનવતા જ નહીં, પરંતુ જવાબદાર નાગરિકત્વનું પણ પ્રતિબિંબ જોવા મળે છે. જેથી બ્લડ ડોનેટ કરી એક નવી જિંદગી પ્રદાન શકાય છે.
બ્લડ ડોનેશન કેમ્પનું સમગ્ર સંચાલન જીતેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં કુણાલ મિસ્ત્રી, જીતેન્દ્ર રાણા, ગૌરાંગ જોષી, નટુ પટેલ પ્રફુલ પટેલ જેવા મેઘદૂત પરિવારના સભ્યો ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો.