New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજન
શરદ પૂર્ણિમાના પર્વની કરાય ઉજવણી
સમાજમાં સભ્યો ગરબે ઘૂમ્યા
માતાજીની કરવામાં આવી આરાધના
ભરૂચના બ્રહ્મ સોશયલ ગ્રુપ દ્વારા શરદ પૂનમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમાજના સભ્યોએ ગરબા રમવાનો આનંદ માણ્યો હતો
​ભરૂચના બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા શરદ પૂનમના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.​કાર્યક્રમની શરૂઆત ભક્તિમય વાતાવરણમાં માં અંબાજીની આરતી સાથે કરવામાં આવી હતી ત્યારબાદ ગરબાનો પ્રારંભ કરાયો હતો. બ્રહ્મ સોશ્યલ ગ્રુપ ભરૂચના સભ્યોએ ઉત્સાહભેર ગરબામાં જોડાઈને શરદ પૂનમની ઉજવણી કરી હતી.​આ પ્રસંગે બ્રહ્મ શોષ્યલ ગ્રુપ ભરૂચના સ્થાપક રજનીકાંત રાવલ, પ્રમુખ યોગેશ જોષી, મહામંત્રી જાગેશ પંડ્યા, ઉપપ્રમુખ ક્ષિતિજ પંડ્યા સહિતના અનેક બ્રહ્મ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગ્રુપ દ્વારા સામાજિક એકતા અને સાંસ્કૃતિક વારસાને જાળવવાના ઉદ્દેશ સાથે કરવામાં આવ્યું હતું.