ભરૂચ: જંબુસરમાં કમોસમી વરસાદના કારણે ઈંટ ઉત્પાદકોને મોટું નુક્શાન, કાચી ઈંટ પલળી ગઈ !

જંબુસર તાલુકામાં અંદાજે ૪૦ થી ૪૫ જેટલા ઈંટ ઉત્પાદકોના ભઠ્ઠા આવેલા છે જ્યાં હમણાં જ કાચી ઈંટો તૈયાર કરીને પકાવા માટે મૂકવામાં આવી હતી.

New Update
  • જંબુસર પંથકમાં કમોસમી વરસાદનો કહેર

  • ત્રણ દિવસથી વરસાદી માહોલ

  • કમોસમી વરસાદના કારણે તારાજી

  • ઈંટ ઉત્પાદકોને થયું મોટું નુકસાન

  • કાચી ઈંટ વરસાદમાં પલળી ગઈ

ભરૂચના જંબુસર તાલુકામાં કમોસમી વરસાદે ઈંટ ઉત્પાદકોને મોટું નુકસાન પહોંચાડ્યું હતું.કમોસમી વરસાદના કારણે ઈંટનો મોટો જથ્થો પલળી ગયો હતો
ભરૂચ જંબુસર તાલુકામાં પડેલા કમોસમી વરસાદ અને વાવાઝોડા જેવી પરિસ્થિતિએ ઈંટ ઉદ્યોગને મોતો આર્થિક ઝટકો આપ્યો છે. જંબુસર તાલુકામાં અંદાજે ૪૦ થી ૪૫ જેટલા ઈંટ ઉત્પાદકોના ભઠ્ઠા આવેલા છે જ્યાં હમણાં જ કાચી ઈંટો તૈયાર કરીને પકાવા માટે મૂકવામાં આવી હતી.વરસાદ શરૂ થતા ભઠ્ઠાઓમાં મૂકાયેલી મોટી સંખ્યામાં કાચી ઈંટો પલળી ગઈ અને ઓગળી ગઈ હતી.જેના પરિણામે ઈંટ ઉત્પાદકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.
ન્યૂ ડી.એચ. બ્રિક્સના ઈંટ ઉત્પાદક કેતનભાઈ  રોહિતએ જણાવ્યું કે અમે બહોળા પ્રમાણમાં ઈંટો તૈયાર કરી હતી, પણ અચાનક આવેલા વરસાદે તમામ મેહનતને નષ્ટ કરી નાખી.ઇંટ ઉત્પાદકોએ સરકારને અપીલ કરી છે કે તાત્કાલિક સર્વે કરાવીને તેમને ન્યાય મળે તેવી સહાય આપવી જોઈએ જેથી તેઓ પોતાનું ઉદ્યોગ ફરી શરૂ કરી શકે.
Read the Next Article

ભરૂચ: આમોદ નજીક ઢાઢર નદી પરના જર્જરીત બ્રિજનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ, કલેકટરે નિરીક્ષણ કરી આપ્યા હતા આદેશ

ભારે વાહનો માટે ઢાઢર નદી પરના બ્રિજ બંધ કરવામાં આવ્યો છે આ બ્રિજ દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહત્વનો બ્રિજ છે. જેના પરથી સેંકડો વાહનો પસાર થાય છે

New Update
  • ભરૂચના આમોદથી જંબુસરને જોડતો બ્રિજ

  • ઢાઢર નદી પરનો બ્રિજ જર્જરીત હાલતમાં

  • કલેકટરે લીધી હતી મુલાકાત

  • બ્રિજ પર યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરાયુ

  • ભારે વાહનો માટે બ્રિજ બંધ કરાયો

ભરૂચના આમોદથી જંબુસરને જોડતા ઢાઢર નદી પરના જર્જરીત બ્રિજની યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. બ્રિજને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. 

ભરૂચના આમોદથી જંબુસરને જોડતા ઢાઢર નદી પરનો બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગયો હતો ત્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણાએ ગતરોજ બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું અને તાત્કાલિક ધોરણે બ્રિજને ભારે વાહનો માટે બંધ કરી સમારકામના આદેશ આપવામાં આવ્યા હતા ત્યારે બ્રિજ પર યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરવામાં આવ્યું છે.

ભારે વાહનો માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે આ બ્રિજ દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહત્વનો બ્રિજ છે. જેના પરથી સેંકડો વાહનો પસાર થાય છે ત્યારે 60 વર્ષ જુનો બ્રિજ જર્જરીત થઈ જતા લોકોએ જીવના જોખમે મુસાફરી કરવી પડી રહી હતી. મોડે મોડે પણ તંત્રએ જાગી બ્રિજનું સમારકામ શરૂ કર્યું છે.