New Update
ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસને મળી સફળતા
ચોરીના 6 ગુનાનો ભેદ ઉકેલાયો
2 રીઢા ચોરની પોલીસે કરી ધરપકડ
રૂ.4 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો
ચાવજ વિસ્તારની સોસા.માં કરી હતી ચોરી
ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા બે રીઢા આરોપીઓની ધરપકડ કરી ચોરીના કુલ છ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.
ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી લ કે અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ ઉમેશ દયાળભાઈ બગડીયા ચોરી કરેલ ઈલેક્ટ્રીક વાયરના બંડલો સાથે બાઈક લઈ ચાવજ ગામથી ભરૂચ ઝાડેશ્વર ચોકડી તરફ આવે છે જે બાતમીના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી તેની કડક પૂછતાછ કરતા આરોપીએ ચોરીના અનેક ગુનામાં સંડોવણી હોવાની કબૂલાત કરી હતી.આરોપીએ ચાવજ ખાતે આવેલ શ્રી વૃંદાવનવિલા સોસાયટીના બંધ મકાનની પાછળની બારી તોડી ઘરમાં પ્રવેશ કરી ઈલેક્ટ્રીક વાયરોના અલગ-અલગ સાઈઝનાં 20 બંડલની ચોરી કરી હતી.
આ ઉપરાંત અગાઉ ચાવજ ગામની અલગ-અલગ સોસાયટીમાંથી તેમજ અંકલેશ્વર GIDC તથા ભરૂચ શ્રવણ ચોકડી પાસેથી બાઇકની પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.પોલીસે આરોપીઓ ઉમેશ દયાળભાઈ બગડીયા રહે. નવા કાસિયા ગામ ટેકરા ફળીયું, તા.અંકલેશ્વર અને નવલ ચંદુભાઈ ભાભોર રહે. મંગલમૂર્તિ સોસાયટી પાસે આવેલ ઝૂપડપટ્ટીમાં તા.અકલેશ્વરની ધરપકડ કરી છે.પોલીસે આરોપીઓ પાસેથી રૂ.4.13 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને ચોરીના 6 ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.
Latest Stories