ભરૂચ: સી ડિવિઝન પોલીસે કતલના ઇરાદે લઈ જવાતી 15 ભેંસ મુક્ત કરાવી

ભેંસો ભરેલ ટ્રક નંબર-જી.જે.24.એક્સ.8872 ઉભેલ છે જેવી બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં બાતમી વાળી ટ્રક મળી આવતા પોલીસે ગેરકાયદેસર લઈ જવાતી તમામ ભેંસોને મુક્ત કરાવી

Bhauruch police
New Update
ભરુચ સી ડિવિઝન પોલીસે ઝાડેશ્વર ચોકડી ઓવર બ્રિજ ઉતરતા સુરત તરફ જવાના માર્ગ ઉપરથી ટ્રકમાંથી 15 જેટલી ભેંસોને મુક્ત કરાવી બે ઇસમોને 9 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા..
ભરુચ સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન જમાદાર મારફતે વર્ધી મળી હતી કે ઝાડેશ્વર ચોકડી ઓવર બ્રિજ ઉતરતા સુરત તરફ જવાના માર્ગ ઉપર ભેંસો ભરેલ ટ્રક નંબર-જી.જે.24.એક્સ.8872 ઉભેલ છે જેવી બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં બાતમી વાળી ટ્રક મળી આવી હતી પોલીસે તાડપત્રી અને લાકડાના પાટિયા હટાવી જોતાં તેમાંથી 15 જેટલી ભેંસો મળી આવી હતી પોલીસે ગેરકાયદેસર લઈ જવાતી તમામ ભેંસોને મુક્ત કરાવી હતી.
7 લાખની ટ્રક અને પશુઓ મળી કુલ 9 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી પાટણના સિધ્ધપુર કકોશી ગામમાં રહેતો ટ્રક ચાલક અસલમખાન ગુલામનબી પઠાણ અને શાહરુખખાન સાજિદખાન સિપાહીને ઝડપી પાડી બંનેને પશુ અંગે પૂછપરછ કરતાં તે પશુઓ આણંદના સમાળખા ગામેથી ઇલ્યાસમિયાં હશરૂમિયાં મલેકે ભરી આપી હોવાનું જણાવ્યુ હતું પોલીસે ત્રણેય ઇસમો વિરુધ્ધ પશુ ઘાતકીપણાંના કાયદાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
#કતલખાનું #Bharuch Police #Bharuch News #Gujarati News #ભરૂચ પોલીસ
Here are a few more articles:
Read the Next Article