ભરૂચ: કલકત્તા રેપ વીથ મર્ડર કેસમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન, કેન્ડલ માર્ચ નિકળી

કલકત્તામાં ટ્રેઇની ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના મામલામાં ભરૂચમાં વિવિધ સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું

New Update

કલકત્તામાં ટ્રેઇની ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના મામલામાં ભરૂચમાં વિવિધ સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું

કલકત્તામાં ટ્રેઇની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરનો મામલો સામે આવ્યો છે.જેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાય રહ્યા છે ત્યારે  ભરૂચના ઇન્ડિયન મેડિકલ એશોશિએશન,ઇન્ડીયન ડેન્ટલ એશોશિએશન અને અનેક સંસ્થાઓ સાથે શહેરના પાંચબત્તી ખાતે એકત્ર થઈને સેક્રેટરી પ્રગતિ બારોટની આગેવાનીમાં પાંચબત્તીથી હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી  કેન્ડલ માર્ચ યોજીને આરોપીઓને કડકમાં કડક સજા કરાય તેવી માંગ કરાઈ હતી.
આ તરફ ભરૂચમાં વસતા બંગાળી સમાજ દ્વારા પણ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને કલકત્તામાં બનેલી રેપ વિથ મર્ડરની ઘટનામાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. બંગાળી સમાજ દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. વી વોન્ટ જસ્ટિસના પોસ્ટર સાથે મોટી સંખ્યામાં લોકો આ પ્રદર્શનમાં જોડાયા હતા
Read the Next Article

ભરૂચ: જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી વાલિયાના 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા

New Update
  • ભરૂચના વાલિયા ખાતે યોજાયો કાર્યક્રમ

  • 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

  • જિલ્લાપંચાયતની ગ્રાન્ટમાંથી ટેન્કર આપવામાં આવ્યા

  • ધારાસભ્ય રિતેશ  રહ્યા ઉપસ્થિત

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પણ આપી હાજરી

ભરૂચની વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા પંચાયતની 15માં નાણાપંચ 10 ટકાની ગ્રાન્ટમાંથી વાલિયા-ડહેલીના સભ્ય અલ્પેશ વસાવા અને શાહીસ્તાબેન કડીવાલાના સમન્વયથી વાલિયા,વટારીયા,કોંઢ,ઘોડા,પણસોલી,હોલા કોતર,મોખડી,દેસાડ,ડહેલી સહિત 9 ગામોને 3500 લીટરની ક્ષમતા ધરાવતા પીવાના પાણીના 9 ટેન્કર મંજુર થયા હતા.જે  ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે સરપંચોને અર્પણ કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી જીજ્ઞેશ મિસ્ત્રી,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,ધરમસિંહ વસાવા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ,મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણીયા,રતિલાલ વસાવા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.