New Update
ભરૂચના આમોદ નજીકનો બનાવ
રસ્તા પર પડેલા ખાડામાં કાર ફસાઈ
સ્થાનિકોએ ધક્કો મારી કારને બહાર કાઢી
અત્યાર સુધી 5 વાહનો ફસાયા
તંત્ર સામે લોકોમાં આક્રોશ
ભરૂચના આમોદ જંબુસર રોડની બિસ્માર હાલતના કારણે માત્ર 4 દીવસ 5 વાહનો ખાડામાં ફસાવાની ઘટના બનતા તંત્ર સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
ભરૂચ જિલ્લામાં આમોદ–જંબુસર રોડ પર પડેલા મોટા ખાડાઓ વાહનચાલકો માટે માથાનો દુખાવો બન્યા છે. તાજેતરમાં આમોદ નજીક એક કાર ખાડામાં ફસાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા સ્થાનિકોએ કારને ધક્કો મારી બહાર કાઢી હતી.સ્થાનિકોના જણાવ્યા અનુસાર માત્ર ચાર દિવસમાં પાંચ જેટલા વાહનો આવી જ રીતે ખાડામાં ફસાઈ ચૂક્યા છે. મુસાફરોમાં અકસ્માતની ભીતિ વ્યાપી રહી છે.રોજિંદી અવરજવરમાં લોકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક મરામતની માંગણી કરી છે. જો સમયસર પગલાં નહીં લેવાય તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે.
Latest Stories