ભરૂચ: ઝઘડિયા GIDCમાં કામદારોના શોષણ મામલે ચૈતર વસાવા-કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

ઝઘડિયા જીઆઇડીસીની કંપનીમાંથી કામદારોને કરાયા છુટા, કામદારો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો

New Update
  • ઝઘડિયા જીઆઇડીસીની કંપનીમાંથી કામદારોને કરાયા છુટા

  • કામદારો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો

  • ચૈતર વસાવા અને શેરખાન પઠાણે લીધી મુલાકાત

  • કામદારોને પરત લેવા માંગ કરવામાં આવી

  • કામદારોનો શોષણ બંધ ન થાય તો આંદોલનની ચીમકી

ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ ક્રિહાન ટેક્ષ કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ,હિન્દુસ્તાન સ્પેશિયાલીટી કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ૬ કર્મચારીઓને છુટા કરી દેવાના મામલે આપ ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગી અગ્રણી સમર્થકો સાથે કંપની ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી.
ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ ક્રિહાન ટેક્ષ કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ,હિન્દુસ્તાન સ્પેશિયાલીટી કેમિકલ પ્રાઇવેટ લિમિટેડના 6 કામદારો અને બોઈલર ઓપરેટરો પી.એફ  અને બોનસ નહિ મળતા મેનેજમેન્ટ સમક્ષ રજુઆત કરવા ગયા હતા.પરંતુ મેનેજમેન્ટે તેમની વાત સાંભળવાની જગ્યાએ કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.આ અંગે આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગી અગ્રણી શેરખાન પઠાણને જાણ થતા તેઓ આજરોજ પ સમર્થકો સાથે કંપની ઉપર પહોંચ્યા હતા અને મેનેજમેન્ટ સાથે મુલાકાત કરી છુટા કરી દેવામાં આવેલ તમામ કર્મચારીઓને પરત લેવામાં આવે તેવી માંગ કરી હતી.સાથે ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં બે ત્રણ આગેવાનોને સાચવી કામદારોનું શોષણ થઇ રહ્યું છે.તેવા લોકો સામે પણ રોષ ઠાલવી કામદારોનું શોષણ કરતી કંપનીઓ સામે લડત ચલાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
Latest Stories