ભરૂચ: ચકચારી દુષ્કર્મ પ્રકરણમાં મુખ્ય સરકારી વકીલ પી.બી.પંડ્યા ફી લીધા વગર કેસ લડશે !

ભરૂચના ઝઘડિયામાં દસ વર્ષની બાળકી સાથે થયેલ ચકચારી દુષ્કર્મના પ્રકરણમાં મુખ્ય સરકારી વકીલ પી.બી.પંડયાએ સરકારને પત્ર લખી કેસમાં ફી લીધા વગર આરોપી સામે કાયદાકીય પ્રક્રિયા ચલાવવાની તૈયારી બતાવી છે

New Update
Advertisment
  • ભરૂચના ઝઘડિયામાં બન્યો હતો બનાવ

  • 10 વર્ષની બાળકી સાથે આચરાયું હતું દુષ્કર્મ

  • મુખ્ય સરકારી વકીલનો માનવતાવાદી અભિગમ

  • ફી લીધા વગર કેસ લડવાની બતાવી તૈયારી

  • સરકારને લખ્યો પત્ર

Advertisment
ભરૂચના ઝઘડિયામાં દસ વર્ષની બાળકી સાથે થયેલ ચકચારી દુષ્કર્મના પ્રકરણમાં મુખ્ય સરકારી વકીલ પી.બી.પંડયાએ સરકારને પત્ર લખી કેસમાં ફી લીધા વગર આરોપી સામે કાયદાકીય પ્રક્રિયા ચલાવવાની તૈયારી બતાવી છે
ભરૂચના ઝઘડિયામાં બનેલ બાળકી સાથેના ચકચારી દુષ્કર્મમાં પ્રકરણમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને રી કન્સ્ટ્રક્શન સહિતની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ હાલ પોલીસ દ્વારા સંયોગી પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આ કેસમાં મુખ્ય સરકારી વકીલે ગુનાની કાયદાકીય કાર્યવાહી ફી લીધા વગર કરવાની તૈયારી બતાવી છે. અગાઉ ભરૂચ બાર એસોસીએશન દ્વારા એક નિવેદન જાહેર કરી એક પણ વકીલ દ્વારા કેસ હાથમાં નહિ લેવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી.હવસખોરને કડકમાં કડક સજા થાય ઉપરાંત માનવતાના દ્રષ્ટિકોણને ઉજાગર કરવા મુખ્ય જીલ્લા સરકારી વકીલ પી.બી.પંડયા દ્વારા સરકારને પત્ર લખી કેસમાં ફી લીધા વગર આરોપી સામે કાયદાકીય પ્રક્રિયા ચલાવવાની તૈયારી બતાવી છે. 
મુખ્ય સરકારી વકીલ પી.બી.પંડ્યાએ સરકારને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે તાજેતરમાં ભરૂચ જિલ્લામાં ઝઘડીયા તાલુકામાં ૧૦ વર્ષની બાળકી સાથે ખુબ જ વિક્રુત રીતે દુષ્કર્મ કરેલ છે જે ખુબ જ ગંભીર બાબત છે. આ કેસમાં તેઓએ તા.૧૮.૧૨.૨૦૨૪ના રોજ રીમાન્ડની પ્રોસીડીંગમા  હીયરીંગ કર્યુ છે. સમગ્ર બનાવ ખરેખર અમાનવીય છે અને આવા કીસ્સાઓ માં જો આરોપીને ઝડપી ટ્રાયલ ચલાવીને કડક માં કડક સજા કરાવવામાં નહી આવે તો તેની સમાજ પર વિપરીત અસર પડી શકે તેમ છે જેથી  સેવાના અને રાષ્ટ્ર હીતમાં વિના મૂલ્યે આખી ટ્રાયલ ચલાવવા માંગતા હોવાની તેઓ દ્વારા જાણ કરવામાં આવી છે.
Advertisment
Latest Stories