ભરૂચ: કલેકટર ગૌરાંગ મકવાણાએ સ્તંભેશ્વર મહાદેવના કર્યા દર્શન, જંબુસરમાં સરકારી કામગીરીનું કર્યું નિરીક્ષણ

પ્રથમ સ્તંભેશ્વર મહાદેવના દર્શન પૂજનનો લાભ લીધો ત્યારબાદ કાવી પોલીસ સ્ટેશન અને સુજલામ સુફલામ યોજના અંતર્ગત કાંસ ઊંડો કરવા તથા સાફ-સફાઈની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું

New Update
  • ભરૂચ કલેકટર જંબુસરની મુલાકાતે

  • સ્તંભેશ્વર મહાદેવના કર્યા દર્શન

  • સરકારી કામગીરીનું પણ કર્યું નિરીક્ષણ

  • કાવી પોલીસ સ્ટેશનની પણ લીધી મુલાકાત

  • પી.એચ.સી.સેન્ટરની પણ મુલાકાત લીધી

ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણાએ સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરી વિવિધ સરકારી કચેરીઓમાં કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું
ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ ચાર્જ સંભાળ્યો ત્યાર બાદ પ્રથમવાર જંબુસરની મુલાકાતે પહોંચ્યા હતા. પ્રથમ સ્તંભેશ્વર મહાદેવના દર્શન પૂજનનો લાભ લીધો ત્યારબાદ કાવી પોલીસ સ્ટેશન અને સુજલામ સુફલામ યોજના અંતર્ગત કાંસ ઊંડો કરવા તથા સાફ-સફાઈની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું અને ત્યારબાદ નોંધાણા ગ્રામ પંચાયતમાં દફતરી તપાસ કરી ત્યારબાદ પીએસસી સેન્ટરની મુલાકાત કરી હતી. કલેકટરે સ્તંભેશ્વર મહાદેવના દર્શન પૂજન નો લાભ લીધો હતો. અને મહાદેવને રુદ્રાભિષેક વિદ્યાનંદજી મહારાજની નિશ્રામાં વૈદિક મંત્રોચાર સાથે કરી ધન્યતા અનુભવી હતી ત્યારબાદ વિવિધ સરકારી કચેરીઓમાં કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
Latest Stories