-
જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓની કલેક્ટર દ્વારા મુલાકાત
-
કલેકટર ગૌરાંગ મકવાણાએ લીધી સરકારી કચેરીની મુલાકાત
-
એ’ ડિવિઝન પોલીસ મથકની મુલાકાતે પહોચ્યા જિલ્લા કલેક્ટર
-
પોલીસ દ્વારા કરવામાં આવતી તમામ કામગીરીથી વાકેફ થયા
-
પ્રજાકીય સુવિધા સહિતની માહિતી મેળવી જરૂરી સૂચનો કરાયા
ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ આજરોજ ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસ મથકની મુલાકાત લઈ પોલીસ મથકની કામગીરી તેમજ પ્રજાકીય સુવિધા સહિતની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.
ભરૂચ જિલ્લા કલેકટર તરીકે ગૌરાંગ મકવાણાએ ચાર્જ સંભાળ્યા બાદ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લઈ માહિતગાર થઈ રહ્યા છે, ત્યારે કલેકટર ગૌરાંગ મકવાણાએ ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તાર સ્થિત એ’ ડિવિઝન પોલીસ મથકની મુલાકાત લીધી હતી, જ્યાં એ’ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ વી.યુ.ગડરિયા, પીએસઆઇ કોમલ વ્યાસ દ્વારા જિલ્લા કલેક્ટરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા કલેકટરે પોલીસ મથકની કામગીરી, પ્રજાકીય સુવિધા સહિતની માહિતી મેળવી જરૂરી સૂચનો પણ કર્યા હતા.