ભરૂચ: કલેકટર તુષાર સુમેરાએ પુરગ્રસ્ત ગામોની લીધી મુલાકાત

ભરૂચ કલેકટર તુષાર સુમેરાએ જંબુસર અને આમોદના પુરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ સ્થળાંતર સહિતની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું

New Update

ભરૂચ કલેકટર તુષાર સુમેરાએ જંબુસર અને આમોદના પુરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ સ્થળાંતર સહિતની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું

ભરૂચના આમોદ અને જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદી હાલ ભયજનક સપાટીએ વહી રહી છે ત્યારે નદીના પાણી આસપાસના ગામોમાં ભરાઈ ગયા છે. 15 થી વધુ ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા છે ત્યારે અનેક લોકો પૂરના કારણે પ્રભાવિત થયા છે ભરૂચ કલેકટર તુષાર સુમારે આજે પૂરગ્રસ્તગામોની મુલાકાત લીધી હતી અને સ્થળાંતર સહિતની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું.જે ગામો સંપર્ક વિહોણા બન્યા છે ત્યાં જમવાનું સહિતનો પુરવઠો પહોંચાડવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.આ ઉપરાંત પરિસ્થિતિની ગંભીરતા જોતા ડેપ્યુટી કલેકટર કક્ષાના 3 અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.હાલ પણ ઢાઢર નદી ભયજનક સપાટી પર વહી રહી છે ત્યારે પરિસ્થિતિ સામાન્ય થતા હજુ 2 દિવસ જેટલો સમય લાગી શકે છે
Latest Stories