ભરૂચ: પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાની BTPને કલેકટરની નોટીસ, ચૂંટણી ખર્ચ રજૂ ન કરાતા કાર્યવાહી !

પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાની આગેવાની હેઠળની ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP) સામે જિલ્લા કલેક્ટર દ્વારા નોટીસ જારી કરાતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.

New Update
btps

પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાની આગેવાની હેઠળની ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP) સામે જિલ્લા કલેક્ટર દ્વારા નોટીસ જારી કરાતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.

પાર્ટી દ્વારા છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોના ઓડિટ હિસાબ તેમજ વિધાનસભા અને લોકસભા ચૂંટણીના ખર્ચના હિસાબ સમયસર રજૂ કરવામાં આવ્યા નથી. આ ઉલ્લંઘનને કારણે કલેક્ટરે  ભારતીય ટ્રાયબલ પાર્ટીને નોટીસ પાઠવી છે.

BTP

નોટીસ અનુસાર, ભારતીય ટ્રાયબલ પાર્ટીને 14 ઓક્ટોબરના રોજ કલેક્ટર કચેરીએ હાજર રહી સ્પષ્ટીકરણ આપવા આદેશ આપવામાં આવ્યો છે. જો નિર્ધારિત તારીખે પક્ષના પ્રતિનિધિઓ હાજર નહીં રહે તો જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સમગ્ર મામલો ચૂંટણી પંચને મોકલી યોગ્ય કાર્યવાહી માટે રજુઆત કરવામાં આવશે.
Latest Stories