ભરૂચ: કોલેજની વિદ્યાર્થીનીઓએ મૌન રેલીનું કર્યું આયોજન,કલકત્તા રેપ કેસના આરોપીઓને ફાંસીની સજાની માંગ

કલકત્તામાં ટ્રેઇની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરના મામલામાં ભરૂચની એમ.એસ.કે.લો કોલેજ અને એમ.કે.કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા મૌન રેલી કાઢવામાં આવી હતી

New Update

કલકત્તામાં ટ્રેઇની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરના મામલામાં ભરૂચની એમ.એસ.કે.લો કોલેજ અને એમ.કે.કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા મૌન રેલી કાઢવામાં આવી હતી

કલકત્તામાં ટ્રેઇની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરનો મામલો સામે આવ્યો છે.જેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાય રહ્યા છે ત્યારે ભરૂચની એમ.એસ.કે.લો કોલેજ અને એમ.કે.કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા પણ આ બાબતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.કોલેજની વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ દ્વારા લો કોલેજથી શીતલ સર્કલ અને પરત કોલેજ સુધી મૌન  રેલી કાઢવામાં આવી હતી.આ અંગે વિદ્યાર્થીનીઓના જણાવ્યા અનુસાર આવું જઘન્ય કૃત્ય કરનાર આરોપીઓને ડાયરેકટ ફાંસીની સજા મળવી જોઈએ એવી માંગ કરવામાં આવી છે
Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.