ભરૂચ: કારકિર્દીના પ્રથમ પગથિયા સમાન ધો.10-12 બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ, કલેકટર ગૌરાંગ મકવાણાએ વિદ્યાર્થીઓને આવકાર્યા

ભરૂચ જિલ્લામાં  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો.

New Update
  • ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ

  • ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ

  • 48 કેન્દ્રો પર બન્ને ધોરણની પરીક્ષાનું આયોજન

  • 33 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

  • કલેકટર ગૌરાંગ મકવાણાએ વિદ્યાર્થીઓને આવકાર્યા

Advertisment
ભરૂચ જિલ્લામાં  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. પરીક્ષા કેન્દ્રો પર જિલ્લા કલેક્ટર, જિલ્લા શિક્ષણાધિકારી સહિત અન્ય અધિકારીઓ દ્વારા  વિદ્યાર્થીઓનું સ્વાગત  કરી ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.               
કારકિર્દીના પ્રથમ પગથિયા સમાન ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લામાં પ્રારંભ થયો છે.બોર્ડ પરીક્ષા માટે ધો.10ના 32 પરીક્ષા કેન્દ્રોની 84 બિલ્ડીંગમાં 22583 વિદ્યાર્થીઓ તેમજ ધો.12 સામાન્ય પ્રવાહની 12 પરીક્ષા કેન્દ્રની 30 બિલ્ડીંગમાં  8154 વિદ્યાર્થીઓ તેમજ ધો.12 વિજ્ઞાન પ્રવાહના ચાર પરીક્ષા કેન્દ્રોની 17  બિલ્ડીંગમાં 3048 વિદ્યાર્થીઓ માટે  વ્યવસ્થા  કરવામાં આવી છે. આજે સવારના સમયે ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણા એ જીએનએફસી સ્કૂલ પર જઈ વિદ્યાર્થીઓને આવકાર્યા હતા  અને તેઓને શુભકામના પાઠવી હતી.આ સાથે જ એમિટી સ્કૂલના પરીક્ષા કેન્દ્ર પર એસ.પી.મયુર ચાવડા, જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ બા રાઓલ સહિતના અધિકારીઓએ પણ વિદ્યાર્થીઓને આવકાર આપ્યો હતો
બોર્ડની પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે  તે માટે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ- સુરક્ષાપ્રદાન,વીજ પુરવઠો ક્લાસરૂમમાં જળવાઈ રહે અને CCTVનું સતત મોનિટરિંગ, આરોગ્ય વિભાગ જેવા વિભાગોને વિશેષ લક્ષ્ય આપી વિદ્યાર્થીઓની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
આ તરફ જૂના ભરૂચમાં આવેલી ભરૂચની 100 વર્ષ જૂની આર.એસ.દલાલ શાળાને 10 વર્ષ બાદ બોર્ડનું સેન્ટર મળતા સ્થાનિકોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને જિલ્લા શિક્ષણાધિકારીનો આભાર વ્યક્ત કર્યો હતો.
Advertisment
Advertisment
Latest Stories