New Update
ભરૂચમાં ભારે પવન વચ્ચે વૃક્ષ ધરાશાયી
વૃક્ષ ધરાશયી થતા વાહનવ્યવહાર થયો બંધ
પોલીસની પ્રસંશનીય કામગીરી જોવા મળી
પોલીસકર્મીઓએ જાતે જ વૃક્ષ હટાવ્યા
પોલીસની કામગીરીની ઠેર ઠેર પ્રસંશા
ભરૂચમાં મીની વાવાઝોડા વચ્ચે પોલીસની પ્રશંસનીય કામગીરી જોવા મળી હતી વિવિધ વિસ્તારોમાં માર્ગ પર પડેલ વૃક્ષોને પોલીસે હટાવી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો
ભરૂચમાં મે માસમાં કાળઝાળ ગરમી વચ્ચે મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું સાથે વરસાદ પણ વરસ્યો હતો. ભારે પવનના કારણે શહેરના વિવિધ માર્ગો પર વૃક્ષો ધરાશઇ થઈ ગયા હતા જેને કારણે વાહન વ્યવહારને અસર પહોંચી હતી ત્યારે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકના પોલીસકર્મીઓ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.પોલીસ કર્મીઓએ જાતે જ વૃક્ષને કાપી માર્ગ પરથી બાજુ પર હટાવ્યું હતું અને વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો.આ કામગીરીમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો પણ જોડાયા હતા. પોલીસકર્મીઓની આ કામગીરીને સૌ કોઈએ બિરદાવી હતી
તો બીજી તરફ ભરૂચ દહેજ રોડ પર કેસરોલ ગામ નજીક આવેલ ટોલ પ્લાઝાને પણ ભારે પવનમાં મોટુ નુકસાન પહોંચ્યું હતું.ભારે પવનના કારણે ટોલ પ્લાઝાનો શેડ ઉડી ધરાશાયી થઈ ગયો હતો.આ સમયે ટોલ પ્લાઝા પર અનેક વાહન ચાલકો હાજર હતા.જોકે સૌ કોઈનો બચાવ થયો હતો તો બીજી તરફ કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી
Latest Stories