ભરૂચ: આમોદની આછોદ જિલ્લા પંચાયત બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ભાજપ પર આચારસંહિતા ભંગના આક્ષેપ !

ભરૂચના આમોદના આછોદ જિલ્લા પંચાયત બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ભાજપ પર આચારસંહિતા ભંગના આક્ષેપ કરવામાં આવ્યા છે

New Update
  • આમોદની આછોદ જી.પં.બેઠકની પેટાચૂંટણી

  • પ્રચાર પ્રસાર પુરજોશમાં

  • કોંગ્રેસે ભાજપ પાર કર્યા આક્ષેપ

  • આચાર સંહિતા ભંગના આક્ષેપ

  • કોંગ્રેસ હારી રહી છે માટે આક્ષેપ કરે છે:મનસુખ વસાવા

Advertisment
ભરૂચના આમોદના આછોદ જિલ્લા પંચાયત બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ભાજપ પર આચારસંહિતા ભંગના આક્ષેપ કરવામાં આવ્યા છે અને આ અંગે કાર્યવાહી કરવા માટે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.
ભરૂચના આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નવીન પટેલ, યુથ કોંગ્રેસના કેતન મકવાણા તેમજ આમોદ તાલુકાના કેટલાક ગામોના સરપંચો સાથે આગેવાનો તેમજ કાર્યકર્તાઓએ  પ્રાંત અધિકારી,ચૂંટણી અધિકારી,મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યા અનુસાર આમોદ તાલુકા પંચાયતના કર્મચારી દ્વારા આચાર સહિતા ચાલતી હોવા છતાં ભાજપના તાલુકા પ્રમુખને આવાસ યોજનાની સનતની કોપી આપી છે.
આછોદ બેઠકનાં સભ્યનું બે વર્ષ પેહલા નિધન થતા આછોદ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી હોવાથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. જેના કારણે આચારસંહિતા હોવા છતા તાલુકા પંચાયતમા ફરજ બજાવતા કર્મચારી દ્વારા આવાસ યોજનાની સનતની ઝેરોક્ષ કાઢીને આપી હોવાથી ભાજપના કાર્યકરો દ્વારા વિતરણ કરી મતદા
Advertisment
આ સમગ્ર વિવાદ અંગે ભાજપના સાંસદ મનસુખ વસાવવાની પ્રતિક્રિયા પણ સામે આવી હતી.મનસુખ વસાવા એ જણાવ્યું હતું કે કોંગ્રેસ હારી રહી છે માટે આવા ખોટા આક્ષેપો કરે છે
Advertisment
Latest Stories