કોંગ્રેસ દ્વારા જન અધિકાર અભિયાનનો પ્રારંભ
તાલુકાના કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા
કોંગ્રેસ આગેવાનોએ કાર્યકર્તાઓને કર્યું સંબોધન
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની જીતનો સંકલ્પ
કોંગ્રેસને ગુજરાતમાં ફરી સક્ષમ કરવા માટેની હાંકલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં જન વિકાસ જનસભાઓ યોજવાનો કાર્યક્રમ ઘડાયો છે. તેના અનુસંધાને આજે ભરૂચ શહેરના રાજપૂત છાત્રાલય ખાતે જન અધિકાર અભિયાન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો,જેમાં મોટી સંખ્યામાં તાલુકાના કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.
ભરૂચ શહેરના રાજપૂત છાત્રાલય ખાતે જન અધિકાર અભિયાન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.કોંગ્રેસ આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને સંબોધિત કરી આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષને પ્રબળ જીત અપાવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો.આ સભામાં આગેવાનો દ્વારા જણાવાયું હતું કે, પક્ષના કાર્યકર્તાઓમાં જે નિરાશા વ્યાપી છે તેને દૂર કરી તેમને પ્રોત્સાહિત કરવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ તાલુકા અને જિલ્લાકક્ષાએ બેઠકો યોજવામાં આવી રહી છે. આ અભિયાનથી કાર્યકર્તાઓમાં નવી ઉર્જા પેદા કરી આવનારા સમયમાં વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસને મજબૂત બનાવી ગુજરાતમાં ફરી સક્ષમ કરવા માટે કાર્ય કરવામાં આવશે.