​ભરૂચ: કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધીની 81મી જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીને જન્મ જયંતી નિમિત્તે તેઓને પુષ્પાંજલિ અર્પણ કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજન

  • સ્વ.રાજીવ ગાંધીની જન્મજયંતીની ઉજવણી

  • કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાય

  • વૃક્ષારોપાણનો પણ કાર્યક્રમ યોજાયો

  • આગેવાનો અને કાર્યકરો રહ્યા ઉપસ્થિત

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીને જન્મ જયંતી નિમિત્તે તેઓને પુષ્પાંજલિ અર્પણ કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
​ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની 81મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે, જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજીવ ગાંધીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને યાદ કરવામાં આવ્યા.​આ ઉપરાંત, સ્વ. રાજીવ ગાંધીની સ્મૃતિમાં સેવાશ્રમ હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી અને પાલિકાના વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ સહિતના અગ્રણી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.​આ કાર્યક્રમ દ્વારા કોંગ્રેસે રાજીવ ગાંધીના યોગદાનને યાદ કરવાની સાથે પર્યાવરણની જાળવણીનો સંદેશ પણ આપ્યો હતો.
Latest Stories