New Update
ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પાઠવાયું આવેદનપત્ર
કલેકટરને આવેદનપત્ર પાઠવાયુ
જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની માંગ
તાત્કાલિક સહાય ચૂકવવા રજુઆત
કોંગ્રેસના આગેવાનો જોડાયા
ભરૂચ જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જીલ્લામાં આવેલ તાલુકા જેવા કે જંબુસર, આમોદ, વાલીયા, હાંસોટ, નેત્રંગ તેમજ અન્ય તાલુકાના પુરગ્રસ્ત વિસ્તારના લોકોને નુકસાનીનું વળતર આપવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું..
જેમાં જણાવ્યા અનુસાર જંબુસર તાલુકાના ખાનપુર, કુંઢળ, મંગણાદ, બોજાદ્રા, અણખી, જાફરપુરા, તથા જંબુસર તાલુકાના અન્ય ગામોમાં મુશળધાર વરસાદ થવાથી ખેતીમાં પારવાર નુકસાન થયુ છે.
જંબુસર તાલુકાના ખાનપુર ગામની પાછળ આવેલ સોલ્ટના માલીકોએ મોટા પાળા બનાવી દીધા હોય પાણીનો યોગ્ય નીકાલ ન થવાને કારણે ખેતીમાં ભયકર નુકસાન થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.ભરૂચ જિલ્લામાં પૂરના કારણે ડુબી જવાથી મુત્યુ પામેલ હોય તેનું પણ સરકાર તાકીદે સર્વે કરાવી નુકસાનીનું વળતર ચૂકવે એ સહિતની માંગ કરવામાં આવી છે..
Latest Stories