New Update
કોંગ્રેસની જન આક્રોશ યાત્રા
ભરૂચ શહેરમાં કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનો જોડાયા
યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી
ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવી રહી હોવાનો દાવો
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રાનું ભરૂચ શહેરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત આગેવાનો જોડાયા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રાનું ભરૂચ શહેરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રાનો પ્રારંભ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આવેલી ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને કરવામાં આવ્યો હતો.
યાત્રા દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સ્થાનિક નાગરિકો સાથે સંવાદ સાધી તેમની સમસ્યાઓ અને પ્રશ્નો સાંભળ્યા હતા. આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. તુષાર ચૌધરી, મહિલા નેતા મુમતાઝ પટેલ, કરશનદાસ બાપુ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પ્રદેશ પ્રવક્તા નાઝુ ફડવાલા સહિત કોંગ્રેસના અનેક આગેવાનો હાજર રહ્યા હતા.
જન આક્રોશ યાત્રા ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ આગળ જવા રવાના થઈ હતી.યાત્રા દરમિયાન મીડિયા સાથે વાત કરતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે જન આક્રોશ યાત્રા દરમિયાન લોકોમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે અને લોકો તેમના પ્રશ્નો ખુલ્લેઆમ રજૂ કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે આ પરિસ્થિતિને જોતા આગામી સમયમાં ગુજરાતમાં કોંગ્રેસ સરકાર રચશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જન આક્રોશ યાત્રાને જનતા તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
Latest Stories