New Update
કોંગ્રેસના મહિલા આગેવાન મુમતાઝ પટેલે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને કલેક્ટરને પત્ર લખી ભરૂચ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ નુકસાની બાબતે સર્વે કરાવી સહાય ચૂકવવાની માંગ કરી છે
ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદના પગલે વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા તો ખેતીના પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હતું ત્યારે આ બાબતે કોંગ્રેસના મહિલા આગેવાન મુમતાઝ પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ભરૂચ કલેકટર તુષાર સુમેરાને પત્ર લખ્યો છે જેમાં તેઓએ અતિવૃષ્ટિના કારણે થયેલ પાક નુકસાનીનો સર્વે કરાવી ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી છે તો સાથે જ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા મકાનો તેમજ ઘરવખરીને જે નુકસાન પહોંચ્યું છે તેની પણ સહાય ચૂકવવાની તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે.
Latest Stories