ભરૂચ: ચકચારી દુષ્કર્મ કેસના આરોપીના કોર્ટે 5 દિવસના રિમાન્ડ કર્યા મંજુર, વચગાળાના વળતર પેટે રૂ.1 લાખ ચૂકવવા આદેશ

ભરૂચની ઝઘડીયા જીઆઇડીસીમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મના આરોપી વિજય પાસવાનને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો.

New Update
a

ભરૂચની ઝઘડીયા જીઆઇડીસીમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મના આરોપી વિજય પાસવાનને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો.

Advertisment

પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેની સામે કોર્ટે આરોપીના 5 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે.આરોપી વિજય પાસવાનને રૂપિયા એક લાખ વચગાળાના વળતર પેટે ચૂકવવા પણ આદેશ કરવામાં આવ્યો છે. સરકાર તરફે મુખ્ય સરકારી વકીલ પી.બી પંડ્યાએ દલીલો કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દુષ્કર્મ આચાર્ય બાદ આરોપીએ બાળકી સાથે અમનવીય કૃત્ય કર્યું હતું ત્યારે હાલ પીડિતા વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.

Advertisment