ભરૂચની એક શાળામાં અભ્યાસ કરતી છ વર્ષેય બાળકી સાથે વર્ષ 2017માં દુષ્કર્મનો બનાવ બન્યો હતો. શાળામાં પી.ટી.શિક્ષક તરીકે ફરજ બજાવતા પૃથ્વીસિંહ અંબાલીયાએ પિરિયડ પૂર્ણ થયા બાદ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ અંગેની જાણ બાળકીએ તેની માતાને કરતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી આખરે આ અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આ અંગેનો કેસ ભરૂચના એડિશનલ એન્ડ ડી.સે.જજ ઇ.એમ.શેખની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ પરેશ પંડ્યાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી શિક્ષકને 10 વર્ષ કેદની સજા તેમજ ભોગ બનનારને રૂપિયા બે લાખનું વળતર ચૂકવવા તેમજ રૂપિયા દોઢ લાખનો દંડ ભરવાનો હુકમ કર્યો છે