ભરૂચ: ચોરીના ગુનાને અંજામ આપનાર 2 રીઢા આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

ભરૂચ બી ડિવિઝન વિસ્તારમાં બે બંધ મકાનમાં ધોળા દિવસે થયેલી ચોરીની ઘટનામાં આખરે એલસીબીની ટીમે વડોદરા અને મુંબઇથી બે આરોપીઓને ઝડપી  પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update
a

ભરૂચ બી ડિવિઝન વિસ્તારમાં બે બંધ મકાનમાં ધોળા દિવસે થયેલી ચોરીની ઘટનામાં આખરે એલસીબીની ટીમે વડોદરા અને મુંબઇથી બે આરોપીઓને ઝડપી  પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisment
ભરૂચ શહેરના આઇમન પાર્ક તેમજ મરહબા પાર્ક સોસાયટીમાં ગત 4 ઓગષ્ટના રોજ દિવસના સમયે બે બંધ મકાનોમાં ચોરીની ઘટના બની હતી. જેમાં તસ્કરો કુલ 9.63 લાખના માલમત્તાની  ચોરી કરી ફરાર થઇ ગયાં હતા. બન્ને બનાવો અંગે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાતાં સ્થાનિક પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી હતી. દરમિયાનમાં બન્ને ચોરીઓમાં મુંબઇના નૌસાદ આલમ તેમજ વડોદરાના પ્રકાશ રાજપુતની સંડોવણી હોવાનું પોલીસની ટીમના ધ્યાને આવ્યું હતું જેના આધારે વડોદરા અને મુંબઈથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આરોપીઓની પૂછપરછ તેઓએ જણાવ્યું હતું કે તેઓ બન્ને પાસામાં પાલનપુર જેલમાં સાથે હતાં ત્યારે એક બીજાના મીત્ર બન્યાં હતા ત્યાંથી છુટ્યાં બાદ નૌસાદ મુંબઇ તેના મિત્ર યુસુફ રશીદ શેખને મળતાં તેઓએ ચોરી કરવાનું નક્કી કર્યું હતું. તેમજ પ્રકાશને મુંબઇ બોલાવી લીધો હતો. જ્યાંથી તેઓએ ભરૂચ આવી ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. મુંબઇના નૌશાદ ઉર્ફે સાગર મુસ્તાક આલમ વિરૂદ્ધ મુંબઇ, રાયગઢ કામોઠે, થાણે સહિતના વિસ્તારમાં 19 જેટલાં ગુના નોંધાયાં હોવાનું માલુમ પડ્યું છે. જ્યારે વડોદરાના પ્રકાશ ઉર્ફે રોકી રાજપૂત વિરૂદ્ધ વડોદરા અને આણંદ વિસ્તારમાં 26 ગુના નોંધાયાં છે ત્યારે પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Advertisment