New Update
/connect-gujarat/media/media_files/2025/04/11/DJ56WWHEBjer5dBAehKj.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના PSI આર.કે.ટોરાણીની ટીમ ઝઘડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે વાલીયા તાલુકાના લુણા ગામનો જગદીશ ઉર્ફે જગો રવીયાભાઇ વસાવા મ ઇકો ગાડી નંબર- GJ-16-DG-2260માં ઇંગ્લીશ દારૂ ભરીને વાલીયાથી સરદારપુરા થઇ ખરચી જનાર છે.
જે બાતમી આધારે ખરચી ગામના બસ સ્ટેન્ડ ખાતે વોચમાં રહી બાતમી વાળી કાર આવતા તેને રોકી તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની નાની બોટલ નંગ- ૪૩૨ કિંમત ૪૩,૨૦૦/- તથા ઇકો ગાડી GJ-16-DG-2260 કિં.રૂ. ૨,૫૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ. ૨,૯૩,૨૦૦/- ના મુદામાલ સાથે આરોપી જગદીશ ઉર્ફે જગો રવીયાભાઇ વસાવા રહે, સોનેરી ફળીયું લુણા ગામ તા-વાલીયાની ધરપકડ કરી હતી જ્યારે અન્ય બે આરોપી રણછોડભાઇ મહેન્દ્રભાઇ વસાવા રહે, ખરચી અને મહેન્દ્રભાઇ વસાવા રહે, ખરચીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
Latest Stories