અંકલેશ્વર: ગોલ્ડનબ્રિજ નજીક ભાઈની નજર સામે  નર્મદા નદીમાં તણાય જનાર યુવતીનો બીજા દિવસે મળ્યો મૃતદેહ

અંકલેશ્વરના કોવિડ સ્મશાન નજીક નર્મદા નદીમાં નાહવા પડેલ ભાઈ બહેન પૈકી બહેન ભાઈની નજર સામે નદીના પાણીમાં તણાઈ જનાર યુવતીનો બીજા દિવસે મૃતદેહ નદીમાંથી જ મળી આવ્યો હતો.

New Update

ગોલ્ડનબ્રિજની અંકલેશ્વર તરફનો બનાવ

ભાઈ બહેન નર્મદા નદીમાં નાહી રહ્યા હતા

ભાઈની નજર સામે જ બહેન નદીમાં તણાય

બહેનનો બીજા દિવસે મૃતદેહ મળી આવ્યો

પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરના કોવિડ સ્મશાન નજીક નર્મદા નદીમાં નાહવા પડેલ ભાઈ બહેન પૈકી બહેન ભાઈની નજર સામે નદીના પાણીમાં તણાઈ જનાર યુવતીનો બીજા દિવસે મૃતદેહ નદીમાંથી જ મળી આવ્યો હતો.
અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ જલારામ સોસાયટીમાં રહેતા 22 વર્ષીય મધુ દીપુ સિંહ તેના ભાઈ સાથે ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફ કોવિડ સ્મશાન નજીક નર્મદા નદીમાં નાહવા માટે ગયા હતા. ભાઈ બહેન નદીમાં નાહી રહ્યા હતા તે દરમિયાન બહેન અચાનક જ નદીના પાણીમાં તણાય ગઈ હતી જેના પગલે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમ તેમજ ફાયર વિભાગે યુવતીની શોધખોળ શરૂ કરી હતી ત્યારે બીજા દિવસે નદીમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.બનાવની જાણ થતા જ બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક મધુ સિંહના 2 વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતા ત્યારે નર્મદા નદીમાં નહાવા જતા તેનું અકાળે મોત નિપજ્યું હતું.
Read the Next Article

અંકલેશ્વર : અંદાડા નજીક ગૌચરણમાં બનેલા RCC રોડ સહિતના ગેરકાયદે દબાણો દૂર કરવા સ્થાનિકોની માંગ...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ગૌચરણમાં પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો દૂર કરવાની માંગ સાથે સ્થાનિકો સહિત માલધારી સમાજએ વિરોધ નોંધાવ્યો હતો.

New Update
  • અંદાડા ગામ નજીક ગૌચરણમાં થયેલા દબાણનો મામલો

  • RCC પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો ઊભા કરાયા

  • સ્થાનિકો સહિત માલધારી સમાજ દ્વારા વિરોધ નોંધાવાયો

  • ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે સ્થાનિકોએ માંગ કરી

  • નોટીસની અવગણના કરી બિલ્ડરોની મનમાની : સ્થાનિક

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ગૌચરણમાં પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો દૂર કરવાની માંગ સાથે સ્થાનિકો સહિત માલધારી સમાજએ વિરોધ નોંધાવ્યો હતો.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામને નેશનલ હાઈવે સાથે જોડતા માર્ગને અડીને આવેલ ગૌચરણમાં છેલ્લા ઘણા સમયથી પાકા રસ્તાઓ તેમજ અન્ય દબાણો ઉભા કરવામાં આવ્યા છે. અંદાડા ગ્રામ પંચાયત હસ્તકના સરકારી ગૌચરમાં કેટલાંક બિલ્ડરો દ્વારા પોતે બનાવેલ સોસાયટીમાં જવા-આવવા માટેના પાકા RCC રસ્તો બનાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીંબિલ્ડરો દ્વારા કેટલાંક અન્ય પ્રકારના દબાણો ઉભા કરી સરકારી ગૌચારણમાં ગેરકાયદેસર કબજા ટક કરી બેઠા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કેઅંદાડા ગામને નેશનલ હાઈવે સાથે જોડતા માર્ગને અડીને આવેલ ગૌચરણમાં હાલમાં બની રહેલ પાકા RCC રસ્તાના કામને તાત્કાલિક અસરથી રોકી દેવા ગ્રામ પંચાયત દ્વારા નોટીસ આપવામાં આવી હતી. તેમ છતાં નોટીસની અવગણના કરીને બિલ્ડરો દ્વારા કામ ચાલુ રાખવામાં આવ્યું છેત્યારે ગુજરાત સરકારના ગૌચર અધિનિયમ અને જોગવાઈઓને ધ્યાનમાં લઈ અંદાડા ગ્રામ પંચાયતના સત્તા ક્ષેત્રમાં આવેલ ગૌચરમાં બિલ્ડરો દ્વારા જેટલા પણ પાકા RCC રસ્તાઓ સહિત દબાણ કરવામાં આવ્યું છે. જેને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠી છે.