New Update
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે વાલિયા પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ ફરાર બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ ગત તારીખ 12 ઓગસ્ટના રોજ વાલિયા તાલુકામાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળી હતી કે ઇક્કો ગાડી નંબર-જીજે 06 બી.ટી.0405માં વિદેશી દારૂનો જથ્થો ભરી એક ઇસમ ગુંદીયા ગામથી સેવડ તરફ જનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે માર્ગ પર વોચ ગોઠવી ઈકકો કારને અટકાવી તેમાંથી 51 હજારનો દારૂ અને ઇકકો કાર મળી 2.51 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વિશાલ અજીત વસાવાને ઝડપી પાડ્યો હતો.જ્યારે ગામના કિરણ વસાવા અને ભુપેન્દ્ર ઉર્ફે ભોપાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો તે દરમિયાન ભરુચ એલસીબીએ પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ ગૂંદીયા ગામના ફરાર બુટલેગર કિરણ વસાવાને તેના ઘરેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Latest Stories