New Update
/connect-gujarat/media/media_files/2025/05/21/6Zmk4lQfh4MFJtmfD2ij.jpg)
ભરૂચ શહેર સુપર માર્કેટમાં આવેલ ફ્લેટના દરવાજાનો નકુચો તોડી ફલેટમાં પ્રવેશ કરી ફલેટમાંથી સોના ચાંદીની જણસો તથા રોકડ રૂપિયા દોઢ લાખ મળી કુલ.૧૨,૩૫,૦૦૦/- ની મત્તાની ચોરી કરી તારીખ 17 એપ્રિલના રોજ અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા.
આ અંગે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો દરમ્યાન પોલીસને માહિતી મળી હતી કે ચોરી કરનાર બે ઇસમો પૈકી એક રાહુલ સિલ્વરાજ મુપનાર રહે.વિરારનો સંડોવાયેલ છે અને તે ફરી ભરૂચમાં આવનાર છે.પોલીસને મળેલી બાતમીમાં આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી રાહુલની એસ.ટી.ડેપો નજીકથી ધરપકડ કરી હતી.આરોપીની કડક પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે અને તેના સસરા શિવા ધોત્રે ભંગારનો ધંધો કરતા હોય અને તે ચોરીઓ કરતા હોવાથી તેની સાથે હું પણ ચોરી કરતા શીખી ગયો હતો. સસરા-જમાઇએ ભેગા મળી ચોરીના અનેક ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે.
ક્રાઇમ બ્રાન્ચે ભરૂચ શહેર "એ" ડીવીઝન પો.સ્ટે. ઘરફોડ ચોરી-૦૧ તથા વલસાડ ટાઉન પો.સ્ટે. ઘરફોડ ચોરી-૦૧ તથા વસઇ વિરાર જિલ્લાના વાલીવ પો.સ્ટે. મોટર સાઇકલ ચોરી-૦૧ મળી કુલ-૦૩ ગુનાઓ શોધી કાઢવામાં સફળતા મેળવી છે જ્યારે શિવા ચીનપ્પા ધોત્રે રહેવાસી ચક્કીનાણ કલ્યાણ મુળ રહેવાસી. ભાલકી ગામ કર્ણાટકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.