New Update
ભરૂચમાં યોજાયું વિરોધ પ્રદર્શન
કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન
બિસ્માર માર્ગો સહિતના પ્રશ્ને વિરોધ
થાળી વેલણ વગાડી વિરોધ નોંધાવાયો
પ્રશ્નોના નિરાકરણની માંગ
ભરૂચ નગર સેવા સદનનો વહીવટ ખાડે ગયો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો થાળી વેલણ વગાડતા વગાડતા નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને ઉગ્ર રજુઆત કરી હતી
ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા આજે કોંગ્રેસ કાર્યાલયથી નગરપાલિકા સુધી થાળી વેલણ વગાડતા શહેરના વિવિધ પ્રશ્ને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.ભરૂચ શહેર કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો દ્વારા નગરપાલિકાના શાસકો તથા અધિકારીઓને રજુઆત કરવામાં આવી હતી કે ભરૂચના ખાડાવાળા અને સાંકડા રસ્તા, મુખ્ય માર્ગો પર થતા દબાણ, રખડતા ઢોરો, ટ્રાફિકની વિકટ સમસ્યા, રોડ પર ગંદકીના ઢગલા અને પ્રદૂષિત પીવાનું પાણી જેવા પ્રશ્નો શહેરવાસીઓ માટે મોટી મુશ્કેલી ઉભી કરી રહ્યા છે.
શહેર કૉંગ્રેસના નવ નિયુક્ત પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકાના વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ સહિતના આગેવાનો અને કાર્યકરો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.કોંગ્રેસ દ્વારા પ્રશ્નોના તાકીદે નિરાકરણની માંગ કરવામાં આવી છે અને માંગ ન સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
Latest Stories