ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે ચોરીના ગુનામાં સંડોવાયેલ સિકલીગર ગેંગના 3 રીઢા આરોપીની કરી ધરપકડ,રૂ.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને  બાતમી મળી હતી કે  અવિધા ગામે તથા ઝઘડીયા ટાઉનમાં થયેલ ઘરફોડ ચોરીમાં ભરૂચનો અર્જુનસીંગ મખ્ખનસીંગ સિકલીગર તથા તેના મિત્ર શેરાસીંગ

New Update
1 mx
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને  બાતમી મળી હતી કે  અવિધા ગામે તથા ઝઘડીયા ટાઉનમાં થયેલ ઘરફોડ ચોરીમાં ભરૂચનો અર્જુનસીંગ મખ્ખનસીંગ સિકલીગર તથા તેના મિત્ર શેરાસીંગ મોતીસીંગ સિકલીગર તથા લખનસીંગ કિરપાલસીંગ સિકલીગર સંડોવાયેલ છે જે ત્રણેય નંબર પ્લેટ વગરની કાર લઈને સુરતથી નીકળી અંક્લેશ્વર જુના ને.હા. નંબર- ૦૮ ઉપરથી પસાર થઇ ભરૂચ તરફ જનાર છે. જે બાતમીના આધારે અંક્લેશ્વર એલ.સી.બી. ઓફીસ નજીક રેલ્વે લાઇન ફાટક પાસેથી નંબર પ્લેટ વગરની ફોર વ્હીલ ગાડી સાથે ત્રણે ઇસમોને ઝડપી પાડી તેઓને અંક્લેશ્વર એલ.સી.બી. ઓફીસ ખાતે લઇ આવી તેઓની ઉંડાણપુર્વક પુછપરછ કરતા ત્રણેય આરોપી ભાંગી પડ્યા હતા.
Advertisment
આરોપીઓએ જણાવ્યું હતું કે આજથી આશરે વીસેક દિવસ પહેલા લખનસીંગ તથા તેના બનેવી શેરાસીંગ કાર નંબર- GJ-16-BN-1960 ની લઇને
અવિધા ગામમાં એક મકાનમાં દરવાજાના નકુચા તોડીને ઘરમાં ઘુસી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી આ બાદ  ઝઘડીયા ટાઉનમાં એક મકાનનો દરવાજાનો નકુચો તોડી ઘરમાં ઘુસી કબાટમાંથી સોના
ચાંદીના દાગીનાની ચોરી કરી હતી.ઝડપાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું બહાર આવ્યું છે.પોલીસે ચોરીમાં ગયેલ દાગીના અને કાર સહિત રૂ.5.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment
Latest Stories