અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે પ્રોહીબિશનના 6 ગુનામાં ફરાર કુખ્યાત બુટલેગરની હજાત ગામેથી કરી ધરપકડ

ભરૂચ જીલ્લાના તમામ પોલીસ મથકમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા તેમજ બહારના જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓની માહીતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

New Update
aa

ભરૂચ એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળાએ એલ.સી.બી.ના અધિકારી કર્મચારીઓને ભરૂચ જીલ્લાના તમામ પોલીસ મથકમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા તેમજ બહારના જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓની માહીતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

Advertisment
જે અંતર્ગત પી.એસ.આઈ.ડી.એ.તુવરની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે પ્રોહીબીશનના ગુનાઓમાં વોન્ટેડ આરોપી દશરથ ઉર્ફે દશુ બાલુભાઇ વસાવા રહે, હજાત ગામ તા-અંક્લેશ્વર તેના ઘરે હાજર છે. જેના આધારે દરોડા પાડી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.આરોપી અંકલેશ્વર રૂરલ પો.સ્ટે-૦૩ તથા અંક્લેશ્વર “એ” ડીવીઝન પો.સ્ટે-૦૨ તથા અંક્લેશ્વર બી ડીવીઝન પો.સ્ટે-૦૧ મળી કુલ-૦૬ ગુનામાં ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
Latest Stories