New Update
/connect-gujarat/media/media_files/2025/02/05/H514YgKcOoHYC90n9CQo.png)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ.એમ.પી.વાળાએ જિલ્લાના નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓની માહિતી એકત્રિત કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપ્યું હતું.
જે અનુસંધાને પી.એસ.આઈ. ડી.એ.તુવરની ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમ્યાન બાતમી મળી હતી કે પાલેજ પો.સ્ટે.ના અપહરણ તથા પોક્સોના ગુનામાં છેલ્લા આઠ મહીનાથી વોન્ટેડ આરોપી અનિલભાઇ નગીનભાઇ પાટણવાડીયા રહેવાસી, સામરી તા. કરજણ તેના ઘરે હાજર છે જેના આધારે પોલીસે દરોડા પાડી તેની ધરપકડ કરી હતી અને તેને પાલેજ પોલીસને હવાલે કર્યો હતો.આરોપી પોકસોના ગુનામાં 8 માસથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
Latest Stories