New Update
/connect-gujarat/media/media_files/2025/01/29/wmTrW7rGswWiDrYrSPk8.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળાએ એલ.સી.બી.ના કર્મચારીઓને ભરૂચ જીલ્લાના તમામ પો.સ્ટે.માં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપી હતી જે અંતર્ગત ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ નેત્રંગ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી જગદીપ ઉર્ફે બાબર જેહરસીંગ વસાવા રહે, ઝરગામ તા-ડેડીયાપાડા પોતાના ઘરે હાજર છે.બાતમીના આધારે પોલીસે દરોડા પાડી આરોપી જગદીપ વસાવાની ધરપકડ કરી હતી અને તેને સી ડિવિઝન પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.આરોપી છેલ્લા 3 વર્ષથી ચોરીના ગુનામાં ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
Latest Stories