New Update
/connect-gujarat/media/media_files/MvSWLdcM1ReradhGAVBz.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉમલ્લા પોલીસ સ્ટેશન પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે પાણેથા ગામમાં રાવણનગરીમાં રહેતી નીતલ વસાવા તથા દિપક ઉર્ફે સિલોન તડવી નીતલના ઘરના ઓટલા પર બેસી ખુલ્લી જગ્યામાં આંક ફરકના આંકડાનો સટ્ટા બેટીંગનો જુગાર રમી રમાડી રહ્યા છે. બાતમીના આધારે પાણેથા ગામે રાવણનગરીમાં દરોડા પાડતા નિતલ વસાવા અને દિપક તડવી જુગાર રમતા ઝડપાય ગયા હતા.પોલીસે તેઓ પાસેથી રૂ.11290નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.