ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે પાણેથા ગામે ચાલતા જુગારધામ પર દરોડા પાડી મહિલા સહિત 2 જુગારીની કરી અટકાયત

પાણેથા ગામમાં રાવણનગરીમાં રહેતી નીતલ વસાવા તથા દિપક ઉર્ફે સિલોન તડવી નીતલના ઘરના ઓટલા પર બેસી ખુલ્લી જગ્યામાં આંક ફરકના આંકડાનો સટ્ટા બેટીંગનો જુગાર રમી રમાડી રહ્યા છે.

Jugar
New Update
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉમલ્લા પોલીસ સ્ટેશન પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે પાણેથા ગામમાં રાવણનગરીમાં રહેતી નીતલ વસાવા તથા દિપક ઉર્ફે સિલોન તડવી નીતલના ઘરના ઓટલા પર બેસી ખુલ્લી જગ્યામાં આંક ફરકના આંકડાનો સટ્ટા બેટીંગનો જુગાર રમી રમાડી રહ્યા છે. બાતમીના આધારે પાણેથા ગામે રાવણનગરીમાં દરોડા પાડતા નિતલ વસાવા અને દિપક તડવી જુગાર રમતા ઝડપાય ગયા હતા.પોલીસે તેઓ પાસેથી રૂ.11290નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#Bharuch #CGNews #gambling #Gamblers #Panetha village #Two accused Arrested
Here are a few more articles:
Read the Next Article