New Update
/connect-gujarat/media/media_files/2025/03/10/ygJ9vzXehaNjaEnILvIz.jpg)
ક્રાઇમ બ્રાન્ચે હોળી ધુળેટી પૂર્વે ઝઘડિયાના નાના સાજા ગામેથી રૂ.5.74 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો !
હોળી ધુળેટીના પર્વ પર વિદેશી દારૂની રેલમછેલ અટકાવવા ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઝઘડીયા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે ઝઘડીયા તાલુકાના નાના સાંજા ગામે રહેતો અલ્પેશ ઉર્ફે અપો વિનોદભાઇ વસાવાએ નાના સાંજા ગામે આવેલ અનુપમનગર-૨માં ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવી સંતાડી રાખ્યો છે. બાતમી આધારે નાના સાંજા ગામે પોલીસે દરોડા પાડતા રૂ.5.74 લાખની કિંમતની દારૂ તેમજ બિયરની 3338 નંગ બોટલ મળી આવી હતી.આ મામલામાં પોલોસે બુટલેગર અલ્પેશ ઉર્ફે અપો વિનોદભાઇ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો છે.બનાવની વધુ તપાસ ઝઘડિયા પોલીસ ચલાવી રહી છે.