New Update
/connect-gujarat/media/media_files/2025/12/09/acnd-vl-2025-12-09-08-37-56.jpg)
ભરૂચના દહેજ પોલીસ સ્ટેશનના અલગ-અલગ ગુનામાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
બે ચોરીના ગુનામાં આરોપી રામકુમાર ખીચડ 11 વર્ષથી ફરાર થઈ ગયો હતો. પોલીસને બાતમી મળી હતી કે આરોપી હાલમાં તેના ઘરે ગામ લોહાવટ જીલ્લો ફ્લોદી-જોધપુર માં હાજર છે. પોલીસની એક ટિમ રાજસ્થાન જઈને તપાસ કરતાં આરોપી તેના ઘરેથી મળી આવ્યો હતો. આરોપીને બંને ચોરી વિષે પૂછપરછ કરતાં આરોપીએ ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનું કબુલાત કરી હતી. આરોપીને રાજસ્થાનથી દહેજ પોલીસ સ્ટેશન લાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Latest Stories