ભરૂચ: નિર્ભયાના હેવાનને ફાંસીની સજાની માંગ, ઠેર ઠેર યોજાયા વિરોધ પ્રદર્શન

ભરૂચની નિર્ભયાનું સારવાર દરમિયાન મોત નિપજ્યા બાદ નરાધમ આરોપી સામે ઠેર  ઠેર આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે શહેરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા આરોપીને ફાંસીની સજાની માંગ સાથે પ્રદર્શન યોજાયા હતા

New Update
  • ભરૂચની નિર્ભયાનું સારવાર દરમ્યાન મોત

  • નરાધમ આરોપી સામે આક્રોશ

  • ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાયા

  • કેન્ડલ પ્રજ્વલિત કરી નિર્ભયાને શ્રદ્ધાંજલિ

  • આરોપીને ફાંસીની સજાની માંગ

ભરૂચની નિર્ભયાનું સારવાર દરમિયાન મોત નિપજ્યા બાદ નરાધમ આરોપી સામે ઠેર  ઠેર આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે શહેરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા આરોપીને ફાંસીની સજાની માંગ સાથે પ્રદર્શન યોજાયા હતા
ભરૂચમાં 10 વર્ષીય બાળકી સાથે વિકૃતિપૂર્વક દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું જેના કારણે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ત્યારે ભરૂચમાં વસતા મુસ્લિમ સમાજ દ્વારા નરાધમ આરોપીને ફાંસીની સજાની માંગ સાથે મહંમદપુરા સર્કલ નજીક વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં બાળકીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા અને નરાધમ આરોપીને વહેલામાં વહેલી તકે ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી.
તો આ તરફ ભરૂચ અને રાજપારડી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં આપના આગેવાનો અને સભ્યોએ કેન્ડલ પ્રજ્વલિત કરી નિર્ભયાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને નરાધમ આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી.
Latest Stories