ભરૂચ: આંગણવાડી બહેનોને BLOની કામગીરીમાંથી મુક્તિ આપવાની માંગ, આવેદનપત્ર પાઠવાયું

ભરૂચ આંગણવાડીની બહેનોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવાની માંગ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચ નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • આંગણવાડી યુનિયન દ્વારા કરાય રજુઆત

  • બીએલઓની કામગીરીમાંથી મુક્તિની માંગ

  • કામનો બોજ વધુ હોવાની રજુઆત

  • મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો જોડાય

ભરૂચ આંગણવાડીની બહેનોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવાની માંગ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
ભરૂચમાં યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વુમન યુનિયનના નેજા હેઠળ નીરૂબેન આહિરની આગેવાનીમાં આજ રોજ આંગણવાડી વર્કરો અને હેલ્પરોને ચૂંટણીની બીએલોની કામગીરી માંથી મુક્તિ આપવા આવે તે માટે આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા મુજબ 0 થી 6 વર્ષના બાળકોના કૂપોષણ તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સેવા બજાવતી આંગણવાડી વર્કરો અને હેલ્પરોને આઈસીડીએસ વિભાગની કામગીરી ઉપરાંત વધારાની કામગીરી કરવી પડી રહી છે.તેમ છતાં આ બહેનો ચુટણીના દિવસે મતદાન મથકે તો કામ કરે છે,પરંતુ બીએલઓની કામગીરી લાંબા સમય સુધી કરી શકે તેમ નથી.જેથી આંગણવાડી વર્કરો અને હેલ્પરોને ચૂંટણીની બીએલોની કામગીરીમાંથી મુક્તિ આપવા આવે એવી માંગ કરવામાં આવી છે
Latest Stories