ભરૂચ: પુરઅસરગ્રસ્તોને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ,આપ દ્વારા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

ભરૂચ જિલ્લાના લોકોને ખુબ મોટા પાયે નુકશાન થયું છે અને સરકાર દ્વારા આ નુકશાની પેટે તમામ પુર પીડિતો અને ખેડૂતોને યોગ્ય વળતર માટે સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવા માંગ કરવામાં આવી

New Update

ભરૂચ આપ દ્વારા પાઠવાયું આવેદનપત્ર

કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

તાત્કાલિક સર્વે કરાવવા રજુઆત

પુરઅસરગ્રસ્તોને સહાય ચૂકવવા માંગ

આપના આગેવાનો જોડાયા

ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લાના પુર અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય ચુકવવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર તાજેતરમા જ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય અને ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદ ને કારણે પુરની સ્થિતિ સર્જાય છે..
ત્યારે ઘણા ખેડૂત અને અલગ અલગ તાલુકાના ગામડાઓમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા જેના કારણે ભરૂચ જિલ્લાના લોકોને ખુબ મોટા પાયે નુકશાન થયું છે અને સરકાર દ્વારા આ નુકશાની પેટે તમામ પુર પીડિતો અને ખેડૂતોને યોગ્ય વળતર માટે સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવા માંગ કરવામાં આવી છે
Latest Stories