New Update
-
ભરૂચના જંબુસરના દહેગામે આવેલી છે મસ્જિદ
-
મસ્જિદના વહીવટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ
-
ગ્રામજનો દ્વારા કરાય રજુઆત
-
ડી.વાય.એસ.પી.ને રજુઆત કરવામાં આવી
-
પોલીસ ફરિયાદ નોંધવાની માંગ
ભરૂચના જંબુસર તાલુકાના દહેગામ ગામના રહીશો દ્વારા મસ્જિદ અને મદ્રેસાના પ્રમુખ અને સેક્રેટરી વિરુદ્ધ ગુનો નોંધવાની માંગ સાથે ડીવાયએસપીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચના જંબુસર તાલુકાના દેહગામ ગામે આવેલ મસ્જિદ બી 242 અને બી 224 તેમજ મદ્રેસાએ જીયા ઉલ ઇસ્લામ દહેગામ બી 840 અને મુસ્લામાન ગરાસિયા પંચ બી 217વગેરે ટ્રસ્ટોમાં સંસ્થાના પ્રમુખ અને સેક્રેટરી દ્વારા બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરી ખોટા ઓડિટ રિપોર્ટ અને ઠરાવો બનાવી તેને ખરા દસ્તાવેજો તરીકે ઉપયોગ કર્યો હોવાના આક્ષેપ થયાછે અને ગુજરાત વકફ બોર્ડ ગાંધીનગર ખાતે રજૂ કરી ટેક્સમાં ચોરી કરી હોવાના આક્ષેપ સાથે સેક્રેટરી ગુલામ રસુલ મહંમદ હસન અને પ્રમુખ મલેક ઈકબાલ અબ્દુલ્લાહ સામે ગુનો નોંધવાની માંગ કરવામાં આવી છે.ગામના આગેવાન મલેક ઇશાકભાઈ હસન અમીર દુલા, મલેક રફીક દાઉદઅલી તથા મલેક સાદીક રાજા ઇબ્રાહીમ દ્વારા ડીવાયએસપી કચેરી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી
Latest Stories