New Update
-
ભરૂચના કતોપોર બજારના વેપારીઓએ કરી રજુઆત
-
નગરપાલિકામાં રજુઆત કરવામાં આવી
-
પે એન્ડ પાર્કની સુવિધા ઉભી કરવા માંગ
-
ગ્રાહકો-વેપારીઓને પાર્કિંગની સમસ્યા
-
વિપક્ષના સભ્યો પણ જોડાયા
ભરૂચના કતોપોર બજાર એસોસીએશનના આગેવાનો સહીત વેપારીઓએ પે એન્ડ પાર્કની વ્યવસ્થા કરવા અંગે પાલિકા પ્રમુખ,મુખ્ય અધિકારીને રજૂઆત કરી હતી
છેલ્લા ઘણા સમયથી ભરૂચના કતોપોર બજારમાં ખરીદી કરવા આવતા ગ્રાહકો અને સ્થાનિક વેપારીઓ પોતાના વાહનો ક્યાં પાર્ક કરે તેવી ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે.તેવામાં ફાટા તળાવમાં પાલિકા દ્વારા જૂની ફાયર બ્રિગેડ ખાતે ફેન્સીંગ બનાવી છે.જે સ્થળે હંગામી ધોરણે પે એન્ડ પાર્કની વ્યવસ્થા કરવાની માંગ સાથે કતોપોર બજાર એસોસીએશનના જનરલ સેક્રેટરી યુસુફભાઈ,વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ સહિતના વેપારીઓએ પાલિકા પ્રમુખ વિભુતીબા યાદવ અને મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલને રજૂઆત કરી હતી અને વહેલી તકે પે એન્ડ પાર્કની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ કરી હતી.વેપારીઓની રજૂઆત સાંભળી પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીએ આશ્વાસન આપી વહેલી તકે વ્યવસ્થા કરી આપવા ખાતરી આપી હતી.
Latest Stories