New Update
ભરૂચમાં આવેલી છે ઝાડેશ્વર ગ્રામપંચાયત
ઝાડેશ્વર ગ્રામપંચાયતમાં ચૂંટણી યોજાય
ડેપ્યુટી સરપંચની ચૂંટણીનું આયોજન
મહેશ નિઝામા બન્યા ડેપ્યુટી સરપંચ
ટેકેદારોએ અભિનંદન પાઠવ્યા
ભરૂચના ઝાડેશ્વર ગામની ગ્રામ પંચાયત ખાતે ડેપ્યુટી સરપંચની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં 1 વોટથી સિંદૂર પેનલના મહેશ નિઝામા ડેપ્યુટી સરપંચ બન્યા હતા.
ભરૂચના ઝાડેશ્વર ગ્રામ પંચાયત કચેરી ખાતે મદદનીશ તાલુકા વિકાસ અધિકારી રમેશ આહીરની ઉપસ્થિતિમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં સિંદૂર પેનલના મહેશ નિઝામા અને ક્રિષ્ના ચિરાગભાઈએ ઉમેદવારી નોંધાવી હતી.જે ચૂંટણી પ્રક્રિયામાં મહેશ નિઝામાને 13 વોટ મળ્યા હતા.જ્યારે ક્રિષ્ના ચિરાગભાઈને 12 વોટ મળ્યા હતા જેથી 1 વોટથી મહેશ નિઝામા વિજેતા બનતા તેઓ ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટાયા હતા.સિંદૂર પેનલન મહેશ નિઝામા ડેપ્યુટી સરપંચ બનતા તેઓના ટેકેદારોએ તેઓને વધાવી લીધા હતા.
Latest Stories