ભરૂચ: વાલિયાના ડહેલી ગામે વિકાસ સપ્તાહની ઉજવણી, વિકાસ રથનું કરાયુ સ્વાગત

ભરૂચના વાલિયા તાલુકાના ડહેલી ગામની પ્રાથમિક શાળા ખાતે વિકાસ રથ આવી પહોંચતા ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચના વાલિયામાં કરવામાં આવી ઉજવણી

  • ડહેલી ગામે ઉજવણી કરાય

  • વિકાસ રથનું કરાયુ સ્વાગત

  • ધારાસભ્ય રિતેશ વસાવા રહ્યા ઉપસ્થિત

  • વિવિધ કાર્યક્રમો યોજાયા

ભરૂચના વાલિયા તાલુકાના ડહેલી ગામની પ્રાથમિક શાળા ખાતે વિકાસ રથ આવી પહોંચતા ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે વાલિયા તાલુકામાં વિકાસ રથ પ્રવેશ કરતા તેનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતુ ત્યારે વાલિયા તાલુકાના ડહેલી ગામની પ્રાથમિક શાળા ખાતે વિકાસ રથ આવી પહોંચતા ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.જે બાદ કાર્યક્રમ યોજાયો હતો.સદર કાર્યક્રમમાં વિકાસ રથમાં ટૂંકી ફિલ્મ બતાવવામાં આવી હતી.આ કાર્યક્રમમાં તાલુકાના પંચાયત પ્રમુખ સીતા વસાવા,જિલ્લા પંચાયતના સભ્ય અલ્પેશ વસાવા,પૂર્વ ઉપ પ્રમુખ ધર્મસિંહ વસાવા,તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવ, મામલતદાર જીજ્ઞેશ કામદાર,તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ તેમજ આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories