ભરૂચ : જંબુસરમાં DGVCLની વિજિલન્સ ટીમના દરોડા, આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરાયું...

ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં વહેલી સવારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજિલન્સ ટીમે દરોડા પાડી આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધર્યું હતું.

New Update
vhcl

ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં વહેલી સવારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજિલન્સ ટીમે દરોડા પાડી આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધર્યું હતું.

દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજિલન્સ ટીમ દ્વારા ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જંબુસર નગરમાં વહેલી સવારે લોકો મીઠી નીંદર માણી રહ્યા હતાત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજિલન્સ ટીમ સાથે પોલીસની અલગ અલગ ટીમ જંબુસર નગરમાં આવી પહોચી હતીજ્યાં અનેક વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં જંબુસર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરપોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ પણ બંદોબસ્તમાં જોડાયા હતા.

Latest Stories