New Update
ભરૂચના વાલિયામાં યોજાયો કાર્યક્રમ
શ્રીરંગ નવચેતન શાળા ખાતે કાર્યક્રમ યોજાયો
4 હજાર બાળકોને કપડાનું વિતરણ કરાયુ
રોટરી ક્લબ અને આરતી કંપનીનું સેવા કાર્ય
આગેવાનો રહ્યા ઉપસ્થિત
ભરૂચના વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને રિતેશ વસાવાના હસ્તે 7 શાળાના 4 હજાર બાળકોને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સામાજિક જવાબદારીના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ ભરૂચ અને આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સી.એસ.આર. ફંડ અંતર્ગત વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે 7 શાળાના 4 હજાર બાળકોને કપડાં વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે બાળકોને કપડાં આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ ભાવેશ હરિયાણી,શ્રી નવચેતન એજ્યુકેશન સોસાયટી વાલિયા સેક્રેટરી ડો.વનરાજસિંહ મહિડા,આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના વી.પી.સંદીપ પારેખ,સેફટી હેડ દિપક સલી,દેવેન્દ્ર સિંઘ, રોટરીના પ્રોજેકટ ચેરમેન મનીષ પોદ્દાર તેમજ એપીએમસીના પ્રમુખ યોગેન્દ્રસિંહ મહિડા,શાળાના આચાર્ય પરેશ પટેલ,કેસરીસિંહ સાયણિયા,અશ્વિનસિંહ વિહરિયા,રાજેન્દ્રસિંહ સાયણિયા અને દેવુભા કાઠી સહિત વિવિધ શાળાઓના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories