ભરૂચ: જિલ્લા કોંગ્રેસ દ્વારા અકસ્માત સર્જાતા ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

ભરૂચમાં ઉદ્યોગોમાં ગંભીર અકસ્માત સર્જાતા કામદારો પોતાના જીવ ગુમાવી રહ્યા છે,ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિએ તંત્ર આવા ઉદ્યોગો સામે કડક અને આકરા પગલા ભરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

New Update
  • ઉદ્યોગોમાં સર્જાતા અકસ્માતનો મામલો

  • જિલ્લા કોંગ્રેસે કરી યોગ્ય કાર્યવાહીની માંગ

  • અકસ્માત સર્જાતા ઉદ્યોગો સામે કડક કાર્યવાહીની માંગ

  • જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

  • તંત્રની ઢીલી નીતિ સામે કોંગ્રેસે કર્યો આક્ષેપ

ભરૂચ જિલ્લામાં ઉદ્યોગોમાં ગંભીર અકસ્માત સર્જાતા કામદારો પોતાના જીવ ગુમાવી રહ્યા છે,ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિએ તંત્ર આવા ઉદ્યોગો સામે કડક અને આકરા પગલા ભરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક ઉત્પાદનોથી ધમધમતી ઉદ્યોગો નગરીમાં સર્જાતા અકસ્માતમાં નિર્દોષ કામદારો મોતને ભેટતા હોય છે,ત્યારે અકસ્માત સર્જાતા ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે.અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.જેમાં કોંગ્રેસ સમિતિએ ગંભીર અકસ્માત સર્જાતા ઉદ્યોગો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં માટે માંગ કરી હતી,જ્યારે ઉદ્યોગોમાં સર્જાતા અકસ્માત બાદ DISH દ્વારા પણ યોગ્ય તપાસ કરવામાં ન આવતી હોવાના આક્ષેપ કોંગ્રેસે કર્યા છે.

બાઈટ:

Latest Stories