ભરૂચ: જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં ઉજવણી, મંત્રી કુંવરજી હળપતિએ કર્યું ધ્વજવંદન

ભરૂચ જિલ્લા કક્ષાના 76માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી શહેરની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં કરવામાં આવી હતી જેમાં રાજયકક્ષાના મંત્રી કુંવરજી હળપતિએ ધ્વજવંદન કર્યું હતું

New Update
  • પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી

  • ભરૂચ જિલ્લાકક્ષા પ્રજાસત્તાક પર્વની ઉજવણી

  • દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં ઉજવણી કરાય

  • રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિએ કર્યું ધ્વજવંદન

  • વિવિધ કાર્યક્રમો યોજાયા

Advertisment
ભરૂચ જિલ્લા કક્ષાના 76માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી શહેરની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં કરવામાં આવી હતી જેમાં રાજયકક્ષાના મંત્રી કુંવરજી હળપતિએ ધ્વજવંદન કર્યું હતું
આજરોજ પ્રજાસત્તાક પર્વની ભરૂચ શહેર અને જિલ્લામાં અદમ્ય ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની શહેરની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજ્યકક્ષાના મંત્રી અને ભરૂચના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ ધ્વજવંદન કર્યું હતું.આ પ્રસંગે પરેડ યોજાય હતી જેનું મહાનુભાવોએ અભિવાદન ઝીલ્યુ હતું.આ સાથે જ સરકારની યોજનાઓના ટેબ્લો અને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર જિલ્લા વાસીઓનો મહાનુભાવના હસ્તે સન્માન પણ કરાયું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, એસપી મયુર ચાવડા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા,ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા,જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી,નાયબ કલેક્ટર એન.આર.ધાંધલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
Latest Stories