New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરાયું
સ્મૃતિ દિવસ મનાવવામાં આવ્યો
શહીદ જવાનોને શ્રાદ્ધાસુમન અર્પણ કરાયા
એસ.પી.અક્ષયરાજ મકવાણા રહ્યા ઉપસ્થિત
ભરૂચ પોલીસ હેડકવાટર્સ ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં સ્મૃતિ દિન મનાવવામાં આવ્યો હતો જેમાં શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.
ભરૂચમાં પોલીસ સ્મૃતિ દિન મનાવવામાં આવ્યો હતો. શહેરની કાળી તલાવડી સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા અધ્યક્ષતામાં શહિદ સ્મારક પર પોલીસ જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.દર વર્ષે 21 ઓક્ટોબરના દિવસે પોલીસ સ્મૃતિ દિન તરીકે મનાવવામાં આવે છે.દેશની આંતરિક સુરક્ષા માટે શહિદ થયેલા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવે છે.1959માં ચીની સૈનિકોએ કરેલા ફાયરિંગમાં તિબ્બત બોર્ડર ફોર્સના જવાનો તથા પોલીસકર્મીઓ પણ શહીદ થયા હતાં.શહીદ થયેલા પોલીસ જવાનોની સ્મૃતિમાં દર વર્ષે આજના દિવસે પોલીસ સ્મૃતિ દિવસ મનાવવામાં આવે છે.શહીદ જવાનોને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.
Latest Stories